Temple Logo

શ્રી રામજી મંદિર મંદાતા ની સ્થાપના ૧૯૯૨માં થઈ હતી અને ત્યારથી મંદિર સમુદાયને હિંદુ આધ્યાત્મિક માર્ગદર્શન આપીને અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન આપીને સેવા આપી રહ્યું છે. અમે મંદાતા સમૂહનો એક ભાગ છીએ, જે ઘણા દાયકાઓથી અસ્તિત્વમાં છે.

અમારું ધ્યેય

ધર્મને પ્રતિબદ્ધ, બિન રાજકીય, અને સખાવતી સંસ્થા દ્વારા, ગુણવત્તા સભર માનવ સેવા અને સામાજિક પ્રવૃત્તિઓ થકી હિંદુ ધર્મ અને તેની સાંસ્કૃતિક પરંપરાઓની દૃઢતા પૂર્વક સ્થાપના કરી આપણા સમાજને સમૃદ્ધ બનાવવો એજ અમારો ધ્યેય છે.

ઉદેશો

 ૧. જેમાં સાંસ્કૃતિક કેન્દ્રનો સમાવેશ થતો હોય એવા એક હિંદુ મંદિરની સ્થાપના કરવી. જ્યાં સમાજનાં સભ્યોનાં સહકારથી હિંદુ ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય અને જે સમગ્ર સમાજને વિશિષ્ટ રીતે ઉપયોગી બની રહે.​

૨. સમાજનાં સભ્યોને લાભદાયી નીવડે એવી ઉપરોક્ત હિંદુ ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું.

૩. હિંદુ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને પ્રચાર કરવું.

૪. દરેક પ્રકારનાં ઉદાર કે સખાવતી દાનનો ઉપયોગ મંદિરની દૈનિક પ્રવૃત્તિનાં નિભાવ અને મંદિરનાં સંચાલન માટે થાય તેની કાળજી રાખવી.

૫. હિંદુ ગ્રંથોનાં ઉપદેશ અને નિરૂપણ તેમજ હિંદુ પરંપરાઓનાં અમલને પ્રોત્સાહન આપવું અને તેમનો વિકાસ કરવો.

૬. હિંદુ ધર્મ અનુસાર ધાર્મિક વિધિઓ અને સંસ્કારો કરવા.

૭. મંદિર દ્વારા સુયોજિત હેતુઓ અનુસાર સત્સંગ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવું.

૮. હિંદુ ધર્મ અને તેના બહુવિધ તત્વજ્ઞાનનાં દર્શન કરાવે એવા એક પુસ્તકાલયનું મંદિરની અંદર નિર્માણ કરવું.

૯. ભાષા અને સંગીત દ્વારા હિંદુ ધર્મનાં વિવિધ પાસાઓનું જ્ઞાન આપી શકાય તેવી શૈક્ષણિક વ્યવસ્થાનું આયોજન કરવું.

૧૦. હિંદુ ધર્મનાં પ્રચાર અને તેનાં સાંસ્કૃતિક વારસાનાં સંવર્ધન કરવાની સાથે સાથે વિવિધ વાંશિક પૃષ્ઠભૂમિ ધરાવતા કેનેડાવાસીઓ વચ્ચે આંતર ધાર્મિક સંવાદિતા જળવાય રહે તે માટે ગહન પ્રયાસ કરવા.

૧૧. સમાજની યુવા પેઢીને હિંદુ ધર્મનાં ઇતિહાસ અને તેના વિકાસ અંગેનું જ્ઞાન આપવું અને તેમને મંદિરની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવું.

૧૨. સમાજનાં વયોવૃધ્ધ સભ્યોને મંદિરમાં ચાલતી દૈનિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન અને ઉત્તેજન આપવું.

૧૩. સમાજ સેવા તથા સ્વયંસેવકોનાં મૂલ્યને સ્વિકારવું અને તેને પ્રોત્સાહન આપવું.

૧૪. સર્વત્ર મૈત્રીભાવ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપવું.